" કડવી શિખામણ હિતેચ્છુ જ આપે "
Vipul Mandaliya
( CEO & Founder )
(With Malhar Thakar)

હેલ્લો! રાજકોટીયન્સ! હું મૂળ જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાના મોરઝર ગામનો વતની છું. મેં ૨૦૦૬ થી ૨૦૦૮ દરમ્યાન ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સનો અભ્યાસ રાજકોટમાં કરેલો અને ત્યારથીજ મને રાજકોટ પ્રત્યે ખાસ લગાવ થઇ ગયો, ત્યારથીજ હું રાજકોટપ્રેમી બની ગયો અને રાજકોટને આગળ લાવવા, રાજકોટના લોકોને મદદ કરવા માંગતો હતો.

૨૦૧૦ માં હું જયારે નડિયાદ માં B.Pharm. 2nd Year માં અભ્યાસ કરી રહ્યો હતો તે દરમ્યાન હું વિદ્યાનગરમાં એક સેમીનારમાં ગયો હતો. ત્યાં ઘણી બધી સારી વાતો થતી હતી પણ મને તો બસ એકજ વાત ગમી ગઈ હતી. સેમીનાર આપનારે કહ્યું હતું કે કોઈ એવી વેબસાઈટ હોય તો કે જ્યાંથી તમને શહેરની દરેકે દરેક માહિતી મળી રહે, તો લોકોનું કામ કેટલું સરળ થઇ જાય! બસ આજ વિચાર મનમાં બેસી ગયો અને ૨૦૧૦ માં આ વેબસાઈટ બનાવીને લોકોને મદદરૂપ થવાનો વિચાર આવ્યો, પણ અમુક કારણોસર શરુઆત મોડી થઇ અને આ દરમ્યાન માર્કેટમાં આને મળતા વિચાર લઈને ઘણા હરીફો આવી ગયા, પણ મારી જાણકારી મુજબ શહેરની બધીજ માહિતી પૂરી પાડી શકે એવી કોઈ વેબસાઈટ મારા ધ્યાનમાં નથી, કારણ કે એ બધા હરીફો ગ્લોબલ છે, કોઈ લોકલ શહેરના નથી. આથી એ બધાજ શહેરો પર પુરતું ધ્યાન આપી શકે નહિ. આથી MaruRajkot.com એ રાજકોટીયનોની વચ્ચે રહીને, રાજકોટ શહેર પર પુરતું ધ્યાન આપીને રાજકોટના લોકોને મદદરૂપ થવા માટે અને રાજકોટ પ્રેમીઓના ઉત્સાહને વધારવા માટે કરેલો મારો એક નાનકડો પ્રયાસ છે.

Marurajkot.com એ આજની ઝડપી અને ભાગદોડ ભરી ઝીંદગીમાં રાજકોટના લોકોને કોઈને કોઈ રૂપે મદદરૂપ થવા અને જીવનને વધુ સરળ બનાવવાના ઈરાદા સાથે કરવામાં આવેલી એક પહેલ છે.

આ વેબસાઈટ રાજકોટ પ્રેમીઓને રાજકોટ વિષેની સંપૂર્ણ માહિતી પૂરી પાડીને મદદરૂપ થવાના આશય સાથે બનાવવામાં આવેલી છે. જેમાં રાજકોટના દરેકે દરેક પ્રકારના ધંધાર્થીની માહિતી, શાળા, કોલેજ, રેસ્ટોરંટ, હોટેલ, સિનેમાં, બેંક, પેટ્રોલપંપ, વિવિધ સર્વિસ, પર્સનલ સર્વિસ જેમ કે શિક્ષક,ડોક્ટર, પેઈન્ટર, ડાન્સર, સિંગર,પ્લમ્બર, એન્જીનીયર, વકીલ, રીક્ષાડ્રાઈવર, એજન્ટ, કન્સલ્ટન્ટ વગેરે વગેરેની માહિતી પૂરી પડવામાં આવશે.View More Detail Click Here..... આથી આવા લોકોએ અમારી વેબસાઈટની વિઝીટ કરવા અને સંપર્ક કરવા વિનંતી. બીજું, રાજકોટના પોઝીટીવ સમાચારો, રાજકોટના વિકાસ અને કલ્યાણ માટેના કામો અને ઈવેન્ટ્સની પૂરી માહિતી મળી રહે એવા અમારા પ્રયાશો રહેશે.

આ સિવાય રાજકોટના સ્ટાર્સ, રાજકોટના સાચા હીરો (કે જે સમાજ સેવાના કામો કરતા હોય અને રાજકોટના લોકોને કોઈને કોઈ રૂપે મદદરૂપ થતા હોય અથવા થયા હોય.) ને સન્માન આપી પ્રોત્શાહિત કરવા એ અમારો ઉદ્દેશ છે. આથી આવા રાજકોટીયનોની જાણકારી આપવા અને સંપર્ક કરવા વિનંતી. આ ઉપરાંત રાજકોટના આર્ટ અને ટેલેન્ટ ( સિંગર, ડાન્સર, એક્ટર, પેઈન્ટર, જર્નાલીસ્ટ, રાઈટર વગેરે.) ને ખાસ પ્લેટફોર્મ પૂરું પાડીને મદદરૂપ થવા માંગતા હોય તેઓએ અમારો સંપર્ક કરવા વિનંતી.

ખાસિયતો :
  • આર્ટ અને ટેલેન્ટ માટે પ્લેટફોર્મ
  • રાજકોટના લોકો માટે વિકાસ અને જાગૃતીના કાર્યક્રમ
  • ક્લીન અને ગ્રીન સીટી પ્રોજેક્ટ
  • શહેરની સંપૂર્ણ માહિતી
  • રાજકોટના રીઅલ હીરાઓને સન્માન
  • પોઝીટીવ સમાચારો,વિકાસ અને વૃદ્ધિના કામો અને ઈવેન્ટ્સની માહિતી
  • રાજકોટ ટ્રાવેલની માહિતી(ટ્રેન, GSRTC, RMTS અને ટ્રાવેલ્સ ની માહિતી)
  • ઓનલાઈન રાજકોટ બીઝનસ ઇનફોર્મેસન
  • ઓફલાઈન બિઝનસ ઇન્ફોર્મેસન (PDF file)
  • સીટી બિઝનસ ડાયરેક્ટરી (Yello Page/Hardcopy)

તદુપરાંત અન્ય કોઈ રીતે અમે અમારી સેવાઓને વધુ સારી અને સરળ કરી શકીએ અને રાજકોટના લોકોને વધુ સારી સેવા પહોચાડી શકીએ એના માટે તમે અમારો સંપર્ક કરીને અમને feedback આપી શકો છો.

રાજકોટના લોકોને વધુ સારી અને ઝડપથી મદદરૂપ થઇ શકીએ એના માટે ઉત્સાહી રાજકોટપ્રેમી યુવાનોની જરૂર હોય એવા લોકોએ અમારો સંપર્ક કરવા વિનંતી.