" કડવી શિખામણ હિતેચ્છુ જ આપે "

સાવ સુકી નથી હોતી કોઈ નદી
એને ખોદો તો મળે સદીની સહી
આજે અમે ખોદી આજી નદી
તો જોવા મળી રાજકોટની છબી

હા ! આજી નદીના કિનારે ઉભા રહી, ક્ષિતીજ તરફ મીટ માંડીએ તો પૂર્વમાં ઉગતા સુર્યની લીલામાં સરખું, રાજકોટનું ઉજ્જવળ ભવિષ્ય દ્રષ્ટી ગોચર થાય છે. જેમ “ ભાવી ચાલે ભૂતની આંગળી ઝાલી ” એ મુજબ રાજકોટના સોનેરી સમણાં સમા, ભવિષ્યનો આધાર તેના ભવ્યાતિભવ્ય ભૂતકાળ પર રચાયેલો છે.

Past

તો ચાલો ડોકિયું કરીએ ઇતિહાસની અટારીમાં. રાજકોટ નગર અજી નદીના કાઠે ઈ.સ. ૧૬૧૦ માં ઠાકોર વિભાજીને વરદ હસ્તે સ્થપાયું, રજવાડાની હાર-જીત જોતાજોતા રાજકોટમાં ૧૮૨૨ માં અંગ્રેજોએ બ્રિટીશ એજન્સી સ્થાપી તેને કાઠીયાવાડ એજન્સી નામ આપ્યું.

ભૌગોલિક રીતે ૨૮૨ માઈલ અને ૬૪ ગામ ધરાવતા રાજ્યનું રાજકોટ મુખ્ય મથક હતું. કિલ્લા અને નાકાઓની વચ્ચે વસેલું રાજકોટ પોતાની અંદર કંઈ કેટલીય વિશેષતાઓ સમેટીને બેઠું હતું. પરંતુ સમયની પાંખ પર સવાર થઈને વિકસતું જતું રાજકોટ પોતાની ભૂતકાળની ગાથા ગાય છે. જેમ કે શિક્ષણ ક્ષેત્રે રાજકુમાર કોલેજ, આલ્ફ્રેડ હાઇસ્કુલ, કિશોરસિંહજી શાળા, રમતગમત ક્ષેત્રે રેસકોર્સ, જળ સંચય માટે રાંદરડા અને લાલપરી જેવા તળાવ હતા. આ ઉપરાંત કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીયશાળા જેવા ગાંધીજી સાથે જોડાયેલા સ્થળોથી રાજકોટ શોભતુ હતું.

 

Present

ધીમે ધીમે રાજકોટનું દૈનિક સ્વરૂપ વિકાસ પામતું ગયું અને નિર્માણ થયું આજનું ભવ્ય રાજકોટ. આજનું રાજકોટ ૧૭૦ ચો.કિ.મી.માં કુલ ૨૩ વોર્ડમાં વેંચાયેલું છે. ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે તેની કુલ વસ્તી ૧૩ લાખ જેટલી છે. આજના રાજકોટમાં વિશાળ રસ્તાઓ, વાહનવ્યવહાર, વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ, સ્વસ્થ્ય માટેની પૂરી સુવિધાઓ, સુંદર બેન્કિંગ સુવિધાઓ, અનેક પ્રકારના ઉદ્યોગો અને વેપાર સમાયેલો છે. આજે રાજકોટનો વિકાસ વાર્તાની પેલી રાજકુમારીની જેમ રાત્રે ના વધે એટલો દિવસે અને દિવસે ના વધે એટલો રાત્રે વિકાસ પામે છે. છેલ્લા દસકામાં રાજકોટનો ખરેખર ખુબજ વિકાસ થયો છે. રાજકોટમાં વિવિધ જગ્યાએ અંડરબ્રીજ, ઓવરબ્રિજ, ફ્લાયઓવેર રોડ, વૃક્ષો, સર્કલ્સ, ડીવાઇડર્સ, મહાપુરુષોની પ્રતિમા અને વિશાળ બાગબગીચાઓથી શોભી રહ્યું છે. “ માણસ ત્યાં સુવિધા “ એ રાજકોટ મહાનગર પાલિકાનું સુત્ર રહ્યું છે. રાજકોટની શોખીન પ્રજા માટે દસ રૂપિયાની પાણીપુરીથી માંડી ફીઈવસ્ટાર હોટલો અહી સહેજે મળે છે. સોના-ચાંદીના ઘરેણાની કામગીરીમાં રાજકોટ વિશ્વવિખ્યાત બન્યું છે. સ્ત્રી સન્માનની ભાવના રાજકોટમાં ઉંચી છે. રાજકોટના રાજમાર્ગોમાં રાત્રીના પણ સ્ત્રીઓ સુરક્ષિત રીતે ફરી શકે છે. આજી, ન્યારી, ભાદર, લાલપરી, નર્મદા કેનાલ જેવા સ્ત્રોતો દ્રારા રાજકોટની પ્રજાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. રાજકોટના પેંડા, જલેબી, ફાફડા, ચીકી અને ચટણીએ પણ સ્વાદપ્રિય લોકોમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિશ્વના ઝડપથી વિકાસ પામતા શહેરોમાં રાજકોટનું સ્થાન ૨૨મું છે.

 

Future

આ તો થઇ આજના રાજકોટની વાત પરંતુ ચાલો જોઈએ ભવિષ્યનું રાજકોટ કેવું હશે. ભાવિના માર્ગમાં રાજકોટનો વિકાસ જોતા હું પુલકિત બની જાવ છું. આપણને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા પૂર્વ મુખ્યમંત્રી અને વિજયભાઈ રૂપાણી જેવા મુખ્યમંત્રી મળ્યા છે. જેઓના સહકારને કારણે તેઓના વિશાળ દ્રષ્ટિબિંદુને કારણે આવતી કાલનું રાજકોટ.

સિંગાપુર-લંડન જેવા ટી.વી. કે સિનેમામાં જોવા મળતા રસ્તાઓ રાજકોટની વાસ્તવિકતા હશે. તેમાં ચમચમાતી મોંઘીદાટ ગાડીઓ રસ્તાની શાન હશે. મેટ્રોટ્રેનની મુસાફરી સામાન્ય હશે. ઇન્ટરનેશનલ કક્ષાનું એરોડ્રોમ એ સમયની માંગ હશે. લંડન, પેરીસ કે જાપાનની બાજુમાં રાજકોટનું સ્થાન હશે.

શૈક્ષણિક રીતે જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એડ્મીસન માટે લાંબી લાઈન હશે. તેમાં શિક્ષણ લેવું એ જગતના વિદ્યાર્થીઓનું સૌભાગ્ય હશે. ચાણક્ય જેવા આચાર્યો તો ચંદ્રગુપ્ત જેવા શિષ્યો હશે.

ગગનચુંબી ભવ્ય ઈમારતોથી સજ્જ રાજકોટ સીટી હશે. અયોધ્યાનગરી જેવા લોકોના આદર્શ હશે. રામ-સીતા-ભરત-લક્ષ્મણ જેવા કુટુંબના સભ્યો હશે. શ્રવણ જેવા પુત્રો તો ઝાંસીની રાણી જેવી વીરાંગનાઓ હશે. અને તેમાં ગાંધીજી, સરદાર પટેલ, અબ્દુલ કલામ જેવા આદર્શ ધરાવતા મેયર, ચેરમેન કે વાઈસચેરમેન હશે. પાણી તો શું દૂધ-ઘીની નદીઓ હશે. કમી હશે તો પોલ્યુસન અને પોપ્યુલાઇઝેસનની માત્ર.

રાજકોટ વિદ્વાનોની નગરી હશે. જ્યાં ચિત્ર, કલા, સંગીત, વિજ્ઞાન વગેરે પોતાની ચરમ સીમાએ હશે. અને અંતમાં રાજકોટ ક્લીન અને ગ્રીન સીટી હશે. ગુજરાતની આન, બાન, અને શાન હશે.